દેશની સિમેન્ટ કંપનીમાં અદાણી ગ્રૂપનો દબદબો સતત વધી રહ્યો છે. હવે અદાણી ગ્રૂપે વધુ એક સિમેન્ટ કંપની ખરીદી છે. સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટે પેન્ના સિમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ સાથે કરાર કર્યા છે. આ ડીલ ૧૦,૪૪૨ કરોડ રૂપિયામાં થઈ છે. આ ડીલની સાથે અંબુજા સિમેન્ટ દક્ષિણ ભારતમાં પોતાનો બિઝનેસ વિસ્તારવાનું પ્લાનિંગ કરી રહી છે. સપ્ટેમ્બર ૨૦૨૨ માં અદાણી ગ્રૂપ તરફથી અંબુજા સિમેન્ટ ખરીદ્યા બાદ આ કંપનીની ચોથી મોટી બિઝનેસ ડીલ છે. હૈદરાબાદ બેઝ્ડ પેન્ના સિમેન્ટના પ્રમોટતર પી.પ્રતાપ રેડ્ડી અને તેમનો પરિવાર આ બિઝનેસ સંભાળે છે. આ ગ્રૂપનું વાષક સિમેન્ટ પ્રોડક્શન ૧૪ મિલિયન ટન છે. જેમાં હાલ ૪ મિલિયન ટન સિમેન્ટ બનાવવાની ફેક્ટરી તૈયાર થઈ રહી છે.
અંબાજુ સિમેન્ટ તરફથી પેન્ના કંપનીને ખરીદવા માટે પોતાના જ જમા કરાયેલા રૂપિયાનો ઉપયોગ કરશે. તેનાથી સાઉથ ઈન્ડિયામાં અંબુજા સિમેન્ટની હિસ્સેદારી ૮ ટકા વધી જશે. આ ડીલ થોડા મહિના પહેલા માર્કેટની લીડર કંપની એસ્ટ્રાટેક તરફથી કેસોરામ ઈન્ડસ્ટ્રીઝના નિર્માણ સામગ્રી કારખાનાઓને ખરીદવાના બાદ કરવામાં આવી છે. એપ્રિલના અંત સુધી અંબુજા સિમેન્ટ પાસે ૨૪,૩૩૮ કરોડ રૂપિયા નકદ હતા. તેમાં અદાણી ગ્રૂપથી મળેલા ૮૩૩૯ કરોડ વોરન્ટ રાશિ સામેલ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, પેન્ના સિમેન્ટની ડીલ બાદ હવે અંબુજા સિમેન્ટની ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદ કરશે. હવે એસીસી અને સાંગી ઈન્ડસ્ટ્રીઝ પણ અંબુજાનો ભાગ છે. અદાણી ગ્રૂપનું ટાર્ગેટ વર્ષ ૨૦૨૮ સુધી ૧૪૦ મિલિયન ટન સિમેન્ટ ઉત્પાદન કરવાનું છે. કુમાર મંગલ બિરલાના માલિકીવાળી અલ્ટ્રાટેક સિમેન્ટની ક્ષમતા ૧૫૦ મિલિયન ટનથી વધારે છે. હરિ મોહન બંગુરના નેતૃત્વવાળી દેશની ત્રીજી સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદન કંપની શ્રી સિમેન્ટે એપ્રિલ મહિનામાં જ આંધ્ર પ્રદેશમાં ૩ મિલિયન ટનનું સંયંત્ર શરૂ કર્યુ છે. આ સાથે જ કંપનીની ઉત્પાદન ક્ષમતાને વધારીને ૫૬ મિલિયન ટન સુધી કરવાનું ટાર્ગેટ સેટ કરાયું છે.
અંબુજા સિમેન્ટ તરફખી ગુજરાતની સાંગી, તમિલનાડુમાં માય હોમ સિમેન્ટ ફેક્ટરી અને હિમાચલ પ્રદેશ તથા પંજાબમાં કારખાનાઓને ખરીદવાનો પ્લાન હતો. પ્રતાર રેડ્ડી તરફથી પહેલા સિમેન્ટ બિઝનેસ માટે આઈપીઓ લાવવાનો પ્લાન બનાવાયો હતો. પરંતુ બાદમાં તેમણે પ્લાનિંગમાં મોટો બદલાવ કર્યો હતો. ઓક્ટોબર, ૨૦૨૧ માં પેન્નાને સેબી તરફથી ૧૫૫૦ કરોડ રૂપિયાનો આઈપીઓ લાવવાની મંજૂરી મળી હતી. પરંતુ તેણે આ પ્લાન આગળ વધાર્યો ન હતો.