દાહોદ,દાહોદ જિલ્લાના ઝાલોદના લીમડી ખાતે આવેલી વિશ્ર્વકર્મા સોસાયટીના રહીશો વતી જીતેન્દ્ર બાંઠીયાએ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ગટરના પાણી નળ કનેક્શન સાથે જોડાઇ જતા આ ક્ષતિને કારણે ગંદા પાણીની સમસ્યાનો સામનો કરવા બાબત રજૂઆત કરી હતી. કલેક્ટર ડો. ગોસાવીએ તેમની રજૂઆત ધ્યાનથી સાંભળીને સબંધિત અધિકારીને આ બાબતે પૃચ્છા કરી હતી અને આગામી 12 દિવસમાં આ સમસ્યાનું સમાધાન લાવવા જણાવ્યું હતું. જીતેન્દ્રભાઇ સ્વાગત કાર્યક્રમમાં થયેલા ત્વરિત નિરાકરણથી ખુબ ખૂશ થયા હતા અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.