100 રૂપિયા સસ્તા થયા કૉમર્શિયલ LPG સિલિન્ડર, સપ્ટેમ્બરની શરૂઆતમાં મિડલ ક્લાસને રાહત

  • મોંઘવારીની મારથી સપ્ટેમ્બરના પહેલા દિવસે મોટી રાહત મળી
  • LPG સિલિન્ડર 100 રૂપિયા સસ્તું થયું છે
  • 14.2 કિલોનું કોમર્શિયલ એલપીજી સિલિન્ડર જૂની કિંમતે જ મળશે

દેશમાં મોંઘવારીની મારથી પરેશાન દરેક લોકોને સપ્ટેમ્બરના પહેલા દિવસે મોટી રાહત મળી છે. આજથી LPG સિલિન્ડર 100 રૂપિયા સસ્તું થયું છે. જો કે આ ભાવમાં ઘટાડો ફક્ત કોમર્શિયલ સિલિન્ડર પર જ થયો છે. જ્યારે 14.2 કિલોનું કોમર્શિયલ એલપીજી સિલિન્ડર જૂની કિંમતે જ મળશે.

ઈન્ડિયન ઓઈલ દ્વારા આજે એટલે કે 1લી સપ્ટેમ્બરના રોજ એલપીજીના નવા રેટ બહાર પાડવામાં આવ્યા છે. એ બહાર પાડેલ રેટ મુજબ ઈન્ડેન સિલિન્ડર દિલ્હીમાં 91.50 રૂપિયા, કોલકાતામાં 100 રૂપિયા, મુંબઈમાં 92.50 રૂપિયા અને ચેન્નાઈમાં 96 રૂપિયા સસ્તું થયું છે. 

ધ્યાન રહે કે કિંમતમાં આ બદલવા ફક્ત કોમર્શિયલ સિલિન્ડર પર જ થયો છે. આ સાથે જ 14.2 કિલોનું કોમર્શિયલ એલપીજી સિલિન્ડર જૂની કિંમતે જ મળશે. 6 જુલાઇના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપીએનો વધારો કરવામાં આવ્યો હતો. એ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં કોઈ બદલવા થયો નહતો. ઘરેલું ઇન્ડેન સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1053 રૂપિયા, કોલકાતામાં 1079, મુંબઈમાં 1052, ચેન્નાઈમાં 1068 રૂપિયા છે.

દિલ્હીમાં આજથી 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1976.50ને બદલે 1885 રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, કોલકાતામાં  2095 રૂપિયા કિંમત હતી જે હવે 1995.5 રૂપિયામાં ઉપલબ્ધ થશે. મુંબઈમાં સિલિન્ડરની કિંમત 1844 થઈ ગઈ છે અને ચેન્નાઈમાં તેની કિંમત 2045 રૂપિયા થઈ ગઈ છે.

જણાવી દઈએ કે ગેસ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે સિલિન્ડરની કિંમત નક્કી કરે છે. અગાઉ ઓગસ્ટમાં પણ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. તે સમયે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 36 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.