દાહોદ તાલુકાના વડબારા ગામમાંથી પસાર થતી ગેલ ઈન્ડિયા લીમીટેડની ગેસ વહન કરતી પાઈપ લાઈનમાં JCB દ્વારા અનઅધિકૃત ખોદકામ દરમિયાન ગેસ લીકેજની સાથે આગ ફાટી નીકળવાઅંગેની ઓફસાઇટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોકડ્રીલના માધ્યમથી ગેલ ઈન્ડિયા લી.ની સુરક્ષા વ્યવસ્થા માટે તૈયાર કરેલા આયોજનોનું તાત્કાલીક કામગીરી કરવા માટે પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.
મોકડ્રીલદરમ્યાનસર્વ પ્રથમ ગેસ લીકેજની સાથે આગ ફાટી નીકળવાની ઘટના સાથે જ ગ્રામજનો દ્વારા ગેલ ઈન્ડિયા ઝાબુઆનો ટોલફ્રી નંબર15101પરસંપર્ક કરવામાંઆવ્યોહતો. આથી ગેલ ઈન્ડિયા લિ.ની ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સની બચાવ ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પરંતુ પરિસ્થિત કાબુમાં ન રહેતા ડિઝાસ્ટર ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, કલેક્ટર કચેરી, દાહોદને ફોન કરતાં તાત્કાલીક દાહોદ નગરપાલિકા ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવી તથા ફાયર વિભાગ, 108 અને પોલીસ વિભાગને જાણ કરી.
આથી તમામ સંબંધિત ટીમો ઘટના સ્થળે આવી પહોંચી હતી. વધુમાં, જઉછઋ ની ટીમ પણ આવી પહોંચી હતી. અને આગ ઉપર કાબૂ મેળવી ગેસ લીકેજ અટકાવવા જરૂરી સમારકામ પૂર્ણ કર્યું હતું.
આમ, તમામ વિભાગો દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી હતી. આ સમગ્ર મોકડ્રિલ દરમિયાન જીલ્લા કલેકટર યોગેશ નિરગુડે, પ્રાંત અધિકારી દાહોદ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, મામલતદાર દાહોદ સહિત અન્ય વિભાગના અધિકારીઓ હાજર રહેલા હતા. મોકડ્રિલ પૂર્ણ જાહેર થયા બાદ જીલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા જરૂરી સલાહ – સૂચનો કરવામાં આવ્યાબાદ મોકડ્રીલ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.