નોઇડા,
નોઈડામાં આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સેક્ટર-૮ કે.જે. જે કોલોનીમાં ગેસ સિલિન્ડર ફાટવાને કારણે ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. અકસ્માતમાં બે બાળકોનુ દાઝી જવાથી મોત નિપજ્યું છે. જ્યારે ચાર ગંભીર રીતે દાઝી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આગની જ્વાળાઓ એટલી ભયાનક હતી કે બાળકો ઝૂંપડપટ્ટીમાંથી બહાર પણ ન આવી શક્યા. બીજી તરફ અન્ય દાઝી ગયેલા અન્ય લોકો કોઈક રીતે ઝૂંપડપટ્ટીમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. માહિતી મળતાં ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.
પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા. જ્યાં સારવાર દરમિયાન ૧૨ વર્ષના છોકરા અને ૧૨ દિવસની એક છોકરીનું મોત થયું. તે જ સમયે, અન્ય ચાર જેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા તેમને સારી સારવાર માટે સફદરજંગ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ગેસ સિલિન્ડરમાં લીકેજના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું છે.
ઘટનાસ્થળે હાજર ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે, ગેસ સિલિન્ડરમાં લીકેજને કારણે આ દુર્ઘટના બની હતી. આગને કાબુમાં લેવામાં આવી છે. આગમાં બે બાળકો મોત નિપજ્યા છે. આગ ઓલવ્યા બાદ બાળકોના મૃતદેહ ઝૂંપડપટ્ટીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બાળકો બહુ ખરાબ રીતે દાઝી ગયા હતા. ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમની મદદથી બાળકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. તેમને સારવાર માટે સફદરજંગ રિફર કરવામાં આવ્યો છે. નજીકની કેટલીક ઝૂંપડપટ્ટીઓ ખાલી કરાવવામાં આવી છે, જેથી કોઈ જાન-માલનું વધુ નુક્સાન ન થાય. અકસ્માતની માહિતી મળતા જ નોઈડાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હોસ્પિટલ પહોંચીને ઘાયલોની હાલત પૂછી હતી.