અમદાવાદ, પહેલા ડુંગળી રડાવતી હતી હવે લીંબુ રડાવશે. ઉનાળાની શરૂઆત થવાની તૈયારી છે તે પહેલા જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. થોડા સમય અગાઉ લીંબુનો ભાવ પ્રતિ કિલો ૪૦ રૂપિયા હતા. લીંબુના ભાવ ૨૦૦ રૂપિયા પહોંચી ગયા છે. રિટેઈલ માર્કેટમાં ૧ કિલો લીંબુના ભાવ રૂપિયા ૧૮૦ છે. બજારમાં વપરાશ મુજબ પુરવઠો પૂરતા પ્રમાણમાં વેપારીઓ સુધી ન પહોંચવાના કારણે ભાવમાં વધારો જોવા મળ્યો છે.
હાલમાં લીંબુનો ભાવ ૧૮૦ રૂપિયા કિલો છે. રમઝાનનો તહેવાર શરૂ થયો છે. લીંબુ અને ફળોનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. ગરમથી બચવા લોકોનો લીંબુનો ભરપૂર ઉપયોગ કરે છે. ત્યારે વેપારીઓ જણાવી રહ્યા છે કે લીંબુની આવક સામે માગ વધી છે. ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. બજેટ ખોરવાતા ખિસ્સા પર તેની અસર જોવા મળી છે. ૪૦ રૂપિયામાં માત્ર ૩ કે ૪ લીંબુ મળી રહ્યા છે.