
અમદાવાદ, આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે.ત્યારે આજે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પીએમ સ્વનિધિ સંમેલનમાં હાજરી આપી છે. તેમજ તેમને સભાને સંબોધન કરતા જણાવ્યુ છે કે ગરીબોને ૨૦૨૯ સુધી અનાજ મફતમાં મળતુ રહેશે તેવી વાત કહી છે. તો ગેરંટી સાથે એ પણ જણાવ્યુ છે કે આગામી ૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપની એટલે કે મોદી સરકારની ભવ્ય જીત મળશે તેવી માહિતી આપી છે.
તો અમિત શાહે લોક્સભાની ચૂંટણીમાં જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. તેમજ અમિત શાહે જણાવ્યુ કે “ઉત્તર ભારતના લોકોને પણ મળશે જનધન યોજનાનો લાભ” આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે “સ્વરોજગારથી સ્વાભિમાનની યાત્રા પીએમ મોદી જ કરી શકે” છે.તો આ ઉપરાંત જણાવ્યુ કે “દરેક નાના વેપારીઓને મળે છે લોનની ગેરંટી” જો કે અત્યાર સુધીમાં ૭૬ લાખ લોકોને લોન આપવામાં આવી છે. તેમજ સ્વનિધિની સાથે જનધન યોજના, વીમા યોજના પણ શરુ કરી છે. તો “૪૦ લાખ વેપારીઓ ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયા” છે.