હર ઘર તિરંગા અંતર્ગત ગરબાડા નગર માં ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી 

તસ્વીર : વિપુલ જોષી
  • હર ઘર તિરંગા અંતર્ગત ગરબાડા નગર માં ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી 
  • હજારોની સંખ્યામાં શાળાના બાળકો અને ગ્રામજનો એ આ યાત્રામાં ભાગ લીધો

ગરબાડામાં 75 માં આઝાદી કા અમૃત મહોત્સવ હર  ઘર તિરંગા યાત્રા અંતર્ગત  ગરબાડા ભારતીય જનતા પાર્ટી તથા વિવિધ શાળાઓ દ્વારા અલગ અલગ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી  આ તિરંગા રેલીમાં   ગરબાડા પાર્ટી પ્રમુખ   દાહોદ  જિલ્લા ઉપપ્રમુખ દ્વારા આ રેલી ને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં આર્ટસ કોલેજ નવાફળીયા ગરબાડા માધ્યમિક શાળા તેમજ સાર્વજનિક હાઈસ્કૂલ જ્યારે બીજી રેલી તાલુકા કુમાર શાળા અને કન્યાશાળા દ્વારા કાઢવામાં આવી હતી.

રેલીઓમાં વિદ્યાર્થીઓ તેમજ શાળાના આચાર્ય અને શાળાના શિક્ષકો સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગામના આગેવાનો તેમજ નાગરિકો આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા આ તિરંગા યાત્રા ગરબાડા નગરના વિવિધ વિસ્તારોમાં નીકળી હતી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો  તિરંગા રેલીમાં જોડાયા હતા દેશભક્તિ ના ગીતો સાથે નીકળેલ તિરંગા યાત્રા એ અનોખું આકર્ષણ જમાવ્યું હતું

ગરબાડા નગરમાં ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી હતું