ગરબાડામાં વીજપોલની ફરતે જાળી ન મુકાતા ગાયો ભોગ બની

ગરબાડા,ગરબાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસની આગળ આવેલ લાઈટની ટ્રાન્સ્ફોર્મર વાળા વીજ થાંભલા પરથી કરંટ લાગતા બે ગાયોના મોત નીપજયાં હતા.વહેલી સવારે વરસેલા વરસાદમાં ટ્રાન્સ્ફોર્મર નીચેથી ગાયો પસાર થતી હતી. ત્યારે કરંટ લીક થવાના કારણે બે ગાયોના ધટના સ્થળે મોત થયા હતા જયારે એક ગાયનો બચાવ થયો હતો. આ વિસ્તારમાં નજીક ત્રણ ટ્રાન્સ્ફોર્મર લાગેલા છે. અને રેન્જ ફોરેસ્ટ ઓફિસના કમ્પાઉન્ડમાં મોટા વૃક્ષો પણ આવેલા છે. જે વધુ પડતા વાવાઝોડાથી આ ટ્રાન્સ્ફોર્મર ઉપર તુટી પડવાની શકયતાઓ છે. આ ધટનાને લઈને સ્થાનિકોમાં એમજીવીસીએલને લઈને રોષ જોવા મળ્યો હતો. જેમાં સ્થાનિક લોકોનો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, એમજીવીસીએલ દ્વારા ડીપીઓ ખુલ્લી મુકવામાં આવી છે. જેના કારણે વીજ કરંટ લાગતા આ ગાયોના મોત નીપજયાં હતા. ધટનાની જાણ ગ્રામ પંચાયતને કરાતા તેઓ પણ ધટના સ્થળે દોડી આવી અને પંચકયાસ કરી આગળ કાર્યવાહી હાથ ધરી હતી. સત્વરે તમામ ગામની તમામ ડી.પી.ઓ ઉપર જાળીની બોર્ડર બનાવવામાં આવે તે જરૂરી બન્યુ છે.