- શાળાઓમાં એક દિવસ છોડીને સફાઈ કર્મચારી આવે છે જ્યારે અમુક શાળામાં આઠ દિવસમાં એક વાર સફાઈ થાય છે.
- સરકાર દ્વારા શાળામાં બાળકોની સંખ્યા પ્રમાણે સફાઈ ગ્રાંટ ફળાવાય છે તેમ છતાં સફાઈમાં કચાશ.
ગરબાડા, ગરબાડા તાલુકાની સરકારી શાળાઓમાં સરકાર દ્વારા ટોયલેટ તો બનાવવામાં આવ્યા છે, પરંતુ સફાઈ કર્મચારીને નિયમિત નહી બોલાવાનાં કારણે શાળાએ આવતા નાના નાના ભૂલકાઓએ હલાકી વેઠવાનો વારો આવ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. જે બાબતે વધુ તપાસ કરતા શાળાઓમાં આવતા નાના બાળકો બગાડ કરતા હોય છે, તો બીજી તરફ સફાઈ કર્મચારીની અનિયમિતતાના કારણે અન્ય બાળકોએ ગંદકીની હાલાકી વેઠવી પડી રહી છે. સફાઈ કર્મચારીની વાત કરીએ તો તેઓને એક દિવસ છોડીને સફાઈ કરવા માટે બોલાવતા હોય છે. જ્યારે અમુક શાળાઓમાં તો આઠ દિવસમાં એકવાર સફાઈ કર્મચારીને બોલાવતાં હોય છે. જોકે અમુક શાળા એવી છે કે જ્યાં નિયમિત સફાઈ થાય છે તેમ છતાં પણ ત્યાં બગાડ થાય છે. કારણ કે સફાઈ કર્મચારી દિવસમાં બે વખત આવતા નથી. સરકાર દ્વારા તાલુકાની સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યા પ્રમાણે વાર્ષિક 38 લાખ ઉપરાંતની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. દાખલા તરીકે 350 થી 400 બાળકોની સંખ્યા વાળી શાળાઓમાં માસિક 4000 રૂપિયાના હિસાબે ગ્રાન્ટ ફળવાઈ છે. જોકે એ વાત અલગ છે કે આ ગ્રાન્ટ વર્ષમાં એક સાથે જ આપવામાં આવે છે. ચાલુ વર્ષની ગ્રાન્ટ હાલ આવવાની બાકી હોવાનું પણ જાણવા મળી રહ્યું જે ગ્રાન્ટ વાર્ષિકની જગ્યાએ દર મહિને આપવામાં આવે તો સફાઈમાં સુધારો આવે તેવું પણ જાણવા મળી રહ્યું છે. સફાઈ કર્મચારીઓના પગારની વાત કરીએ તો 350 થી 400 બાળકોની સંખ્યા વાળી શાળાઓમાં દરરોજ અથવા તો એક દિવસ છોડીને સફાઈ કરનાર કર્મચારીને માસિક માત્ર હજારથી પંદરસો રૂપિયા જ ચૂકવવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા મળતી ગ્રાન્ટનો જો યોગ્ય ઉપયોગ થાય તો શાળામાં દિવસમાં બે વાર સફાઈ થઈ શકે તેમ છે. સરકાર દ્વારા આ બાબતે શાળાઓમાં તપાસ કરી અને સફાઈમાં સુધારો થાય તે દિશામાં પ્રયત્નો કરાય તે જરૂરી છે. જેથી કરી સરકારના નાણા નો સદ ઉપયોગ થશે તેમ જ બાળકોને પડતી હલાકી દૂર થશે.
આમ તો મોટી શાળાઓમાં પટાવાળાની પણ જરૂર પડતી હોય છે, પરંતુ આજદિન સુધી શાળાઓમાં પટાવાળાની નિમણૂંક કરવામાં આવતી નથી.
ગરબાડા તાલુકા ક્ધયાશાળામાં 400 થી 430 બાળકીઓ અભ્યાસ કરે છે. ગત માર્ચ માસમાં આ શાળામાં નવા ચાર ટોયલેટ મંજૂર થયા છે. જેની કામગીરી આજ દિન સુધી પૂર્ણ કરવામાં આવી નથી.