ગરબાડામાં ભારતીય કિસાન સંઘે કુદરતી આફતોના પુરાવા માટે ફોટોગ્રાફીનુ સુચન ભર્યુ

ગરબાડા,ગરબાડા ગામમાં રામદેવજી મંદિર ખાતે ભારતીય કિસાન સંઘ ગરબાડા તાલુકાની એક ખાસ મિટીંગ પ્રદેશ ઉપાઘ્યાય રતનસિંહ રાઠોડના અઘ્યક્ષ સ્થાને યોજી હતી. મિટીંગમાં હાલમાં થયેલ કુદરતી આફતો ખાસ કરીને વાવાઝોડા, કમોસમી વરસાદના લીધે થયેલ નુકસાનના અનુસંધાને આધાર-પુરાવા(ફોટોગ્રાફ)ના હોવાના કારણે હાલમાં થયેલ નુકસાનનુ આવેદનપત્ર આપી શકાયુ ન હતુ. ભવિષ્યમાં ગમે ત્યારે આવી કુદરતી આફતો આવે ત્યારે આપણે તાત્કાલિક નુકસાનના ફોટોગ્રાફ લઈને ખેડુતોને વળતર મળી શકે તેવા પ્રયાસો કરવાનુ આયોજન કર્યુ હતુ. મિટીંગમાં ભારતીય કિસાન સંઘ દાહોદ જિલ્લાના મા.ઉપપ્રમુખ અશોકભાઈ રાઠોડ, મહામંત્રી છગનભાઈ બામણીયા, સહમંત્રી ધુળાભાઈ બારીયા, ગરબાડા તાલુકા પ્રમુખ વિનયભાઈ વાઘેલા અને કારોબારી સમિતિના સભ્યો ગ્રામ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.