ગરબાડા અર્બન કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની સાત બેઠકો માટે તારીખ 21 મી 21 ઉમેદવારો ચૂંટણી લડશે

ગરબાડા,ગરબાડાની ધી ગરબાડા અર્બન કો – ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી ની વ્યવસ્થાપક કમિટીની ચુંટણી આગામી તારીખ 21 સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે . જેમાં વ્યવસ્થાપક કમિટીના સભ્યો માટેની કુલ સાત બેઠકો માટે 23 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જોકે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખે બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેચી હતી.

ધી ગરબાડા અર્બન કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિ.ની વ્યવસ્થાપક ઓપરેટીવ કમિટીની મુદ્દત પૂર્ણ થતી હોવાથી સન 2023 ની વ્યવસ્થાપક કમિટીના સભ્યો માટેની ચુંટણી આગામી તારીખ 21 સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે. વ્યવસ્થાપક કમિટીની કુલ સાત ખાલી પાડતી બેઠકો માટે ચૂંટણી લડવા ઇચ્છુક 23 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી ત્યાર બાદ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાઈ હતી. જેમાં તમામે તમામ 23 ઉમેદવારોના ઉમેદવારી પત્રો મંજૂર કરાયા હતા. જ્યારે ફોન ખેચવાની છેલ્લી તારીખે બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા તારીખ 21 ના 21 ઉમેદવારો સાત બેઠકો માટે ચૂંટણી લડશે. ગરબાડા અર્બન કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની વ્યવસ્થાપક કમિટીના સભ્યોની ચૂંટણીને લઈને ઉમેદવારોમાં ચુંટણી લડવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.