ગરબાડાના ચંદલા ગામેથી ખેતરોમાં એસીબી પોલીસે રેઈડ કરી ફોર વ્હીલ માંથી 1 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

દાહોદ,દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના ચંદલા ગામેથી એક ખેતરોમાંથી દાહોદ એલ.સી.બી. પોલીસ એક ફોર વ્હીલર ગાડીમાંથી રૂા.1,01,280ના વિદેશી દારૂ તથા બીયરના જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.4,51,280નો મુદ્દામાલ કબજે કર્યાનું જ્યારે વિદેશી દારૂ લાવનાર ઈસમો સ્થળ પરથી પોલીસને જોઈ ફરાર થઈ ગયાંનું જાણવા મળે છે.

દાહોદ જીલ્લામાં પ્રોહીની પ્રવૃતિઓને અટકાવવા, જુગારના અડ્ડાઓ ઉપર રેડ પાડવા, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, અસામાજીક તત્વોને ઝડપી પાડવા સહિત વિવિધ ગુન્હાઓને અટકાવવા માટે દાહોદ જીલ્લા પોલીસવડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે મહેતાબ તોમર તથા સોનુ (બંન્ને રહે. મધ્યપ્રદેશ) નાઓએ સેજાવાડા તરફથી આ વિદેશી દારૂનો જથ્થો ભરી મીનાક્યાર બોર્ડરવાળા રસ્તે ગરબાડા તરફ આવવાના હોવાની પોલીસને બાતમી મળી હતી. ગતરોજ મળેલ આ બાતમીના આધારે ગરબાડા તાલુકાના ચંદાણા ગામની સીમમાં કોતરની બાજુમાં આવેલ ખેતરોમાંથી ઓચિંતી પ્રોહી રેડ પાડતાં પોલીસને જોઈ સ્થળ પર હાજર ઈસમો નાસી જવામાં સફળ રહ્યાં હતાં. ત્યારે પોલીસે સ્થળ પરથી એક ફોર વ્હીલર ગાડીમાં તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.624 જેની કિંમત રૂા.1,01,280ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.4,51,280નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.