ગરબાડા,હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજય સહિત મઘ્ય ગુજરાતમાં પણ વરસાદની આગામી કરવામાં આવી હતી. જેમાં શરૂ થયેલ વરસાદના કારણે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વડવા ખજુરીયા ગામને જોડતુ કાતરીયા ગામની કોતરનુ નાળુ ટુંકા ગાળામાં જ બીજી વાર ધોવાતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ જવા પામ્યુ છે. અગાઉ પડેલ વરસાદમાં પણ આ નાળુ તુટી જવાથી વાહન વ્યવહાર ઠપ્પ થઈ જવા પામ્યો હતો. જેથી તંત્ર દ્વારા રસ્તા ઉપર નાળા નાંખી અને રસ્તો બનાવીને પુન: ચાલુ કરવામાં આવ્યો હતો. પરંતુ વરસેલા વરસાદના કારણે આ નાળુ ધોવાઈ જવા પામ્યુ છે. આ નાળુ ધોવાઈ જતા શાળાએ જતા બાળકો વાહનો તેમજ ઈમરજન્સી સેવાઓ બંધ થવા પામી છે. આ નાળુ બનવાની શરૂઆત થઈ ત્યારથી જ વિવાદમાં સપાડાયેલુ જોવા મળી રહ્યુ છે ત્યારે ફરીવાર આ નાળુ ધોવાઈ જવા પામ્યુ છે.