ગરબાડા,
આમ, તો ર્માં જેવો પ્રેમ અને હુંફ સંતાનને અન્ય કોઈ આપી શકતું નથી. ત્યારે અમિતાભ બચ્ચનની ફિલ્મ શરાબીનું આ ગીતની પંક્તિઓ અહીંયા યાદ આવે છે કે, ડૂબને વાલે કો તીન કે કા સહારા હી બહોત જેવી બાબતોને સાર્થક કરતા કિસ્સા ગરબાડામાં જોવા મળી રહ્યા છે. ગરબાડાની એક વ્યક્તિને પશુ-પંખીઓ સાથે અદ્દભુત પ્રેમ છે. તેઓને કોઈપણ બીમાર પશુ કે પ્રાણી જોવાય તો તે તેની સારવાર કરી અને તેને સારો કરીને છોડી મૂકે છે. સારવારમાં તેઓ કોઇ કસર રાખતા નથી. આવી ઘટનાઓ તેમના જીવનમાં અવારનવાર બનતી રહે છે. હાલમાં થોડા સમય પહેલા જ એક નોળિયાનું બચ્ચું તેની માતાથી વિખુટુ પડી ગયું હતું. જે નાના બચ્ચાને તેઓએ ખૂબ માવજત કરી અત્યારે આ બચ્ચું મોટું થયું છે અને બચ્ચાને મોટો કરનાર વ્યક્તિ સહિત તેમના બાળકો સાથે પરિવારના સભ્યની જેમ રહે છે. જ્યારે હાલમાં જ એક ખિસકોલીનું નવજાત બચ્ચું પણ તેની માતાથી વિખુટું પડ્યું હતું. હાલમાં તેઓ આ બચ્ચાને આંખમાં નાખવાના ડ્રોપ્સની બોટલ વડે દૂધ પીવડાવીને એક માની જેમ સાચવી રહ્યા છે, પરંતુ કહેવાય છે ને કે ર્માં તે ર્માં બીજા બધા વગડાના વા… જોકે, પરિવારથી છૂટા પડેલા આ માસુમ પ્રાણીઓને ર્માં જેવી હુક તો નહીં મળે પરંતુ આ સેવાભાવિ વ્યક્તિની સેવા પણ ર્માં કરતા કંઈ કમ નથી.