દાહોદ,
ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી ગઇ છે ત્યારે ગરબાડા વિધાનસભા બેઠક પર આ વખતે ખરાખરી તેમજ ભાજપ કોંગ્રેસ બન્ને માટે પ્રતિષ્ઠાનો જંગ ખેલાશે. જોકે, આ વખતે ત્રીજા મોર્ચા તરીકે આમ આદમી પાર્ટી પણ સારી એવી મહેનત કરી રહી છે. તો બીજી બાજુ બીટીપી પણ આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં કિસ્મત અજમાવવા કમરકસી છે. સાથે સાથે અન્ય ક્ષેત્રીય પાર્ટીઓ ભલે જીતીના શકે પરંતુ વોટ કાપીને અન્ય કોઈ પાર્ટીને હરાવવા કારણ ભૂત જરૂર બનશે તેવી શક્યતાઓ પણ આ વખતે કહી શકાય તેમ નથી. ગરબાડા બેઠક પર કોંગ્રેસ સતત બે વખત ચૂંટણી જીતી છે. સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાનું 15 વર્ષથી ધારાસભ્ય છે. આ વખતે ગરબાડા બેઠક પર કોંગ્રેસને જીતની હેટ્રિક કરતાં ભાજપ અને આમ આદમી પાર્ટી રોકવાનો પ્રયાસ કરશે. ગરબાડા બેઠક પર ચંદ્રિકાબેન અહીંથી સતત બે ટર્મથી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે અને બન્ને વખતે અજેય રહ્યા છે. તેમણે 2017 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના મહેન્દ્રભાઈ રમેશભાઈ ભાભોરને હરાવ્યા હતા. ત્યારબાદ ચંદ્રિકાબેને ગત ચૂંટણીમાં 64,280 મત મેળવ્યા હતા અને ભાજપના ઉમેદવાર 48,152 મતો સાથે બીજા ક્રમે રહ્યા હતા. તે પહેલા વર્ષ 2012માં ચંદ્રિકાબેને ભાજપના મોહિન્દ્રાબેન રાઠોડને હરાવ્યા હતા. 2012 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચંદ્રિકાબેનને કુલ 69, 295 મત મળ્યા હતા. જ્યારે બીજા ક્રમે ભાજપના ઉમેદવારને 33,521 મત મળ્યા હતા. ભાજપને બે વખત હારનો સામનો કરવો પડ્યો છે. ચંદ્રિકાબેન ભલે 2017 માં સતત બીજી વખત ચૂંટણી જીત્યા હોય, પરંતુ તેમનો વોટ શેર ઓછો આવ્યો છે. વિધાનસભાના પરિણામની વાત કરીએ તો 2012 માં 57.54 ટકા વોટ મળ્યા હતા. તે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ઘટીને ભાજપને બે વખત હારનો સામનો કરવો પડ્યો. ચંદ્રિકાબેન ભલે 2017 માં સતત બીજી વખત ચૂંટણી જીત્યા હોય, પરંતુ તેમનો વોટ શેર ઓછો આવ્યો છે. માહિતી અનુસાર, જ્યાં તેમને 2012 માં 57.54 ટકા વોટ મળ્યા હતા. તે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ઘટીને 50.75 પર આવી ગયા હતા. તેનાથી વિપરીત ભાજપને અહીં બે વખત હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ તેની વોટ ટકાવારીમાં વધારો થયો છે. આ તેના માટે રોમાંચકએ છે કે, અહીંયા ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણીનો માહોલ જામશે. 2012 માં ભાજપના ઉમેદવારને 27.83 ટકા વોટ મળ્યા હતા. જ્યારે 2017 માં તે વધીને 38.02 થઈ ગયા હતા.
1 ગરબાડા વિધાનસભાના સમીકરણની વાત કરીએ તો તે એસ.ટી માટે અનામત બેઠક છે. આ વિધાનસભા ક્ષેત્રમાં કુલ 2,33,140 મતદારો છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 1,15,856 અને મહિલા મતદારોની સંખ્યા 1,17,280 છે. જ્યારે વિધાનસભા મત વિસ્તારમાં 4 % મતદારો અન્ય કેટેગરીના છે. 2017 ની વિધાનસભા ચૂંટણીમાં અહીં બીજા તબક્કામાં મતદાન થયું હતું.