ગરબાડા, આખા દેશભરમાં હાલમાં સરકાર દ્વારા સફાઈ ઝુંબેશ અભિયાન ચાલુ કરવામાં આવ્યુ છે. ત્યારે ગરબાડાથી જાંબુઆ રોડ પર કોલેજ અને મોટી શાળાઓ આવેલી છે અને ત્યાંથી દરરોજના હજારો વાહનો અવર જવર કરે છે ત્યારે આ માર્ગ મકાન વિભાગના રોડ પર મસમોટો ખાડો ગટરના ગંદા પાણીનો રોડ વચ્ચે ખદખદી રહ્યો છે. આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકો ગંદુ પાણી રોડ પર છોડાતા આ ખાડામાં ગંદુ અને દુષિત પાણી ભરાઈ રહ્યુ છે. સામાન્ય દુકાનદારો અને રહિશો આ દુર્ગંધ મારતા પાણીથી ત્રાહિમામ પોકારી ગયા છે. એકબાજુ સરકાર કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે ત્યારે ગરબાડાની હાઈસ્કુલ-કોલેજના 1500 વિધાર્થીઓ ગંદા પાણીમાંથી પસાર થઈને શાળા-કોલેજ જાય છે.