ગરબાડાથી માત્ર 16 કિલોમીટર દૂર આવેલ મધ્યપ્રદેશના ભાબરામાં અમર શહીદ ચંદ્રશેખર આઝાદની 117મી જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

  • વિવિધ સંગઠનો સંસ્થા શાળાઓ સહિત મધ્યપ્રદેશ પ્રશાસન દ્વારા પુષ્પાંજલિ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા.

ગરબાડા, દાહોદ જીલ્લાના ગરબાડા ગામ થી માત્ર 15.16 કિલોમીટરના અંતરે મધ્યપ્રદેશના ભાબરામાં અમર શહિદ ચંદ્રશેખર આઝાદનું જન્મ સ્થાન આવેલું છે. તારીખ 23ના તેઓની 117 મી જન્મ જયંતીની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તેમના જન્મ સ્થળને રોશની થી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. તેમજ વિવિધ સંગઠનો સંસ્થા શાળાઓ સહિત મધ્યપ્રદેશ પ્રશાસન દ્વારા વિવિધ સંસ્કૃતિ કાર્યકમો પણ યોજાયા હતા. જેમાં ત્યાંના પ્રભારી મંત્રી વિધાયક પ્રતિનિધિ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આઝાદ સ્મૃતિ મંચ તરફથી મંડી ગ્રાઉન્ડમાં આઝાદજીના જીવન પર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. તે સિવાય સાંસ્કૃતિક વિભાગ મધ્યપ્રદેશ પ્રશાસન દ્વારા આઝાદીના લોકગીતોનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો અને સાંજના સાત વાગે મુંબઈ મહારાષ્ટ્રના કલાકારો દ્વારા અંદાજે આઝાદ સ્ટેજ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.