દાહોદ,દાહોદ જીલ્લાના ગરબાડાથી ગાંગરડી જતાં માર્ગ ઉપરથી પોલીસે એક ઈસમની અટકાયત કરી તેની અંગ ઝડતીમાંથી ગેરકાયદેસર પાસ પરમીટે બિન અધિકૃત દેશી હાથ બનાવટની માઉઝર પિસ્ત કિંમત રૂા.10,000ની પિસ્તલ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
ગત તા.23મી માર્ચના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે ગરબાડાથી ગાંગરડી જતાં રોડ ઉપર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની પોલીસ તપાસ હાથ ધરી હતી. તે સમયે ત્યાં બાતમીમાં દર્શાવેલ મુકેશભાઈ વરસિંગભાઈ માવી (રહે. મધ્યપ્રદેશ) નો ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને નજીક આવતાંની સાથે તેની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે તેની અંગઝડતી કરતાં તેની પાસેથી ગેરકાયદેસર પાસ પરમીટ બિન અધિકૃત દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તલ કિંમત રૂા.10,000 ની પિસ્તલ ઝડપી પાડી આ સંબંધે ગરબાડા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.