ગરબાડા તાલુકા ટીચર્સ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 23મી જનરલ સભા માધ્યમિક શાળા ગરબાડા ખાતે મળી

ગરબાડા,ગરબાડા તાલુકા સ્કૂલ ટીચર્સ કો. ઑ. ક્રે. સોસાયટીની 23મી જનરલ સાધારણ સભા માધ્યમિક શાળા ગરબાડા ખાતે મળી. જેમાં મંડળીના સભાસદો હાજર રહ્યાં. વય નિવૃત્ત થતાં 9 સભાસદો નું સાલ તથા ચેક આપી સન્માન કરવામાં આવ્યું. સને 2024-25 નાં હિસાબી વર્ષ માટે ચેરમેન તરીકે ઉદેસિંહ પરમાર મુખ્ય સેક્રેટરી ગવરાભાઈ રાઠોડ મ. સેક્રેટરી (1) ગૌતમભાઈ નળવાયા મ. સેક્રેટરી (2) ચિરાગભાઈ ભાભોર આંતરિક ઓડિટર તરીકે જીજ્ઞેશભાઈ રોઝ તથા વ્યવસ્થાપક કમિટીનાં કુલ 14 સભ્યોની બિનહરીફ વરણી કરવામાં આવી. ચેરમેન ઉદેસિંહભાઈ એ મંડળીનાં વિકાસ તથા ઉત્તરોતર પ્રગત્તિ માટે પ્રવચન આપ્યું. સભામાં ગરબાડા તાલુકા શિક્ષક સંગઠન માંથી દલસિંગભાઈ તથા રાજેશભાઈ બારીયા ઉપસ્થિત રહ્યાં હતાં.