
ગરબાડા : ગરબાડા તાલુકા તલાટી મંડળ દ્વારા તલાટી મંડળના પડતા પ્રશ્નોને લઈને દાહોદ જિલ્લા તલાટી મંડળના ઉપપ્રમુખ પારસીગભાઈ હઠીલાંની અધ્યક્ષતામાં ગરબાડા ખાતે કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા તેઓના તારીખ 5 ફેબ્રુઆરી તથા આખા ગુજરાત રાજ્યમાં કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘ ગાંધીનગરના તારીખ 12 ફેબ્રુઆરીના પત્રથી સમગ્ર રાજ્યના તમામ કર્મચારીઓ જૂની પેન્શન યોજનામાં સમાવવા તથા ફિક્સ પગારની યોજના દૂર કરવા તેમજ સરકાર સાથે થયેલા સમાધાન મુજબના પ્રશ્નોનું નિરાકરણ ન મળતા આંદોલનત્મક કાર્યક્રમો જાહેર કર્યા છે. જેને લઇને ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મંડળ પણ આ આંદોલાનાત્મક કાર્યક્રમોને ટેકો જાહેર કરી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. ત્યારે આજે ગરબાડા તાલુકા તલાટી મંડળ તેમજ દાહોદ જિલ્લા તલાટી મંડળના ઉપપ્રમુખ પારસીગભાઈ હઠીલાની ઉપસ્થિતિમાં તમામ કર્મચારીઓ કાળા કપડા પહેરીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.