ગરબાડા,
ગરબાડામાં તાલુકા કક્ષાનું ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન 202223 નું વિજ્ઞાન મેળો તારીખ 16 ના ગરબાડા તાલુકા કુમાર શાળા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ પાંચ વિભાગમાં થઈને 60 શાળાના બાળકોએ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો વિજ્ઞાન મેળાને ગરબાડાના નવનિયુક્ત ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર અને પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાની હાજરીમાં શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકાના જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકાના સદસ્યો શિક્ષણ વિભાગના તજજ્ઞો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા અલગ-અલગ પ્રકારની 95 જેટલી કૃતિઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી. અમુક કૃતિઓ તો રાજ્ય કક્ષાએ પણ પસંદગી પામે તે રીતની હતી. જેસાવાડા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા મહિલાઓ ઉપર થતા એટેક અને અત્યાચારો પર હુમનિયા એપ્લિકેશન થ્રો એક અલગ જ પ્રકારની કૃતિ રજૂ કરવામાં આવી હતી. જેમાં મહિલાઓને સંકટ સમયે આ એપ્લિકેશન દ્વારા કઈ રીતે મદદરૂપ બની શકાય તે પ્રકારની એક નવી એપ્લિકેશન તૈયાર કરીને વિજ્ઞાન મેળામાં પ્રદર્શિત કરવામાં આવી હતી. કાર્યક્રમ બાદ વિભાગ એકમાં પાંચવાડા પ્રાથમિક શાળા જેમનો પ્રોજેક્ટ પ્લાસ્ટોસ્કોપ હતો. વિભાગ-2 માં ગાંગરડા પ્રાથમિક શાળા જેમનો પ્રોજેક્ટ હાઇડ્રોલિ ટ્રી ટ્રાન્સ પ્લાન્ટ મશીન હતો. જ્યારે વિભાગ ત્રણમાં ભેંગારી ફળિયા પ્રાથમિક શાળાનો પ્રોજેક્ટ ધ મેજીક ટીથ હતો. જ્યારે વિભાગ-4 માં બોરીયાળા પ્રાથમિક શાળા દ્વારા હાઇડ્રોલિક બ્રિજની કૃતિ બનાવવામાં આવી હતી તથા વિભાગ પાંચમાં કામાવીરા પ્રાથમિક શાળા દ્વારા સંખ્યા અને રમતની કૃતિ બનાવવામાં આવી હતી. પાંચેય વિભાગના બાળકોને સારી કૃતિઓ રજૂ કરવા બદલ પ્રથમ દ્વિતીય અને તૃતીય એમ પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા.