ગરબાડા તાલુકાની જેસાવાડા પ્રાથમિક શાળા ખાતે આરોગ્ય જાગૃતિ માટે પરીસંવાદ ગામના યુવાન સરપંચ ચંદ્રભાણસિહ કટારાના અધ્યક્ષ સ્થાને યોજાયો

ગરબાડા,

જેસાવાડા પ્રાથમિક શાળા ખાતે શાળા આરોગ્ય જાગૃતિ માટે યુવાન સરપંચ ચંદ્રભાણસિહ કટારા અને પૂર્વ સરપંચ મનસુખભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને શાળા આરોગ્ય જાગૃત કરવા માટેનો પરીસંવાદ યોજાયો હતો. જેમાં યુવા કોંગ્રેસ ગરબાડા તાલુકાના પ્રમુખ સુરજ ભાણસિંહ કટારા, સામાજિક કાર્યકર ઉદયસિંહ કટારા, સદગુરૂ કબીર મંદિરના સેવક સુધીરદાસજી સોલંકીની પ્રેરક ઉપસ્થિતિ તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર જેસાવાડા ના સુપ્રિટેન્ડન્સ ડો. કેતન બારીયા અને શાળાના આચાર્ય હિતેશભાઈ બારીયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે શાળાનો સમગ્ર સ્ટાફ શાળાના બાળકોને જાગૃત કરવા માટે શાળા આરોગ્ય કાર્યક્રમ બાળકોના સ્વાસ્થ્ય માટે વાલીઓએ જાગૃત રહેવું અને કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર જે સંકલિત બાળ વિકાસ યોજના દ્વારા આપવામાં આવે છે, તેનો ઉપયોગ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.