ગરબાડા,
તા.1 ડિસેમ્બર સમગ્ર વિશ્ર્વમાં વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આજે ગરબાડા તાલુકાની નવા ફળિયા CHC 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નવા ફળિયા CHCના ડોક્ટર આર. કે. મહેતા દ્વારા મોડેલ સ્કુલ તરૂણીઓ તેમજ સારવાર માટે આવનાર દર્દીઓને એઇડ્સ કઈ રીતે ફેલાય છે અને તેને કઈ રીતે અટકાવી શકાય તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને સાથે જ કિશોર સ્વાસ્થ વિષય અને વ્યસનના દુષ્પ્રભાવ વિષય પર માહિતી આપવામાં આવી હતી. જેમાં રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.