
ગરબાડા,ગરબાડા તાલુકાના નઢેલાવ ગામના તાલુકા સભ્ય સંદીપભાઈ વહોનિય દ્વારા GSRTC માં તેમજ દાહોદ એસ.ટી. વિભાગમાં નઢેલાંવ થી દાહોદ એસટી બસ ચાલુ કરવાની રજુઆતના પગલે એસટી નિગમ દ્વારા આ રૂટની નઢેલાવ થી દાહોદ એસ.ટી બસ ચાલુ કરવામાં આવી હતી. જેને લઈને સ્થાનિક ગ્રામજનોમાં અનેરી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. જે બસને તાલુકા સભ્ય સંદીપભાઈ વહોનિયા તેમજ ગામના માજી સરપંચ રત્નાભાઇ હઠીલા સહિત ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા નારિયેળ વધેરીને લીલી ઝંડી આપવામાં આવી હતી. નઢેલાવ થી દાહોદના રૂટની નવી બસ ચાલુ થવાથી દાહોદ કોલેજ તેમજ આઇ.ટી.આઇ. તેમજ નોકરી ધંધો કરવા જતાં લોકોને ફાયદો થશે. તેમજ ચોમાસા દરમિયાન બાળકોને રેકડા તેમજ ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવાનું ટળશે તેમજ ઓછા ખર્ચે નઢેલાવ થી દાહોદની મુસાફરી કરવા મળશે.