દાહોદ,વિકસિત ભારત સંકલ્પ યાત્રા દાહોદ જીલ્લાના તમામ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહી છે. આ યાત્રાનો રથ ગરબાડા તાલુકાના સાહડા ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના પ્રદર્શન થકી લોકોને યોજનાકીય લાભો મેળવવા માહિતી અપાઈ હતી. ઉપસ્થિત લોકોએ સ્થળ પર સરકારની વિવિધ યોજનાઓના લાભ મેળવ્યા હતા.આ તકે ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ તરફથી ટી.બી રોગનું સ્ક્રીનીંગ કરાયું હતું. આ સાથે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયા હતા. આ તકે લાભાર્થીઓએ ઘર આંગણે જ વિવિધ લાભ મળતા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ યાત્રા દરમિયાન તાલુકા પંચાયતના સભ્યો, જીલ્લા પંચાયતના સભ્યો, સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, મહાનુભાવો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.