ગરબાડા,
વિધાનસભાની ચૂંટણી માટે ગરબાડા તાલુકાના પોલીસકર્મીઓએ નવાફળિયા મોડેલ સ્કૂલ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.
વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મતદાનથી કોઈ વંચિત ના રહી જાય તે માટે ચૂંટણી પંચના નિયમ અનુસાર પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા છે ત્યારે ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવનારા પોલીસ કર્મીઓ પણ મતદાનથી વંચિત ના રહે તે માટે ગરબાડા તાલુકાના તમામ પોલીસ કર્મીઓએ તારીખ 27 ના પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. ગરબાડા તાલુકાના મોડેલ સ્કૂલ ખાતેના મતદાન મથક ઉપર સવારે 9:30 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસ કર્મીઓએ બેલેટ પેપરથી મતદાન કરી પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો જ્યારે અમુક મહિલા પોલીસ કર્મીઓ પોતાનું બાળક નાનું હોવા છતાં પણ બાળકને ખબે ઊંચકીને મતદાન કરવાનું ચૂક્યા ન હતા.