ગરબાડા તાલુકાના પાટીયા ગામે વિજીલન્સ ટીમ ની રેડ 1,84,540 નાં વિદેશીદારૂ સાથે એક બુટલેગર ઝડપાયો

ગરબાડા, પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જીલ્લાના વિવિધ વિસ્તારોમાં ગાંધીનગરની વિજીલન્સ ટીમે દરોડા પાડીને લાખો રૂપિયાનાં વિદેશીદારૂ સાથે બુટલેગરોને ઝડપી પાડ્યા છે. ત્યારે આજે ફરી વિજીલન્સની ટીમે ગરબાડા તાલુકાના પાટીયા ગામે ધામા નાખ્યાં હતા. જ્યાં સિમોડા ફળિયામાં રહેતા નવા મલા ભુરીયાના ત્યાંથી રૂપિયા 1,84,540/-ના વિદેશીદારૂ સાથે તેને ઝડપી પાડી ગરબાડા પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છેકે, મીનાક્યાર બોર્ડર ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતી બોર્ડર છે. મીનાક્યારની આ બોર્ડર ઉપરથી દરરોજની દારૂની ગાડીઓ ભરીને નીકળતી હોવાની ચર્ચાઓ સાંભળવા મળે છે. બીજી તરફ પ્રશ્ર્ન એ પણ ઉપસ્થિત થાય છે કે જો વિજીલન્સની ટીમ અહીં આવીને દારૂનો જથ્થો પકડતી હોય ત્યારે સ્થાનિક પોલીસ શું કરે છે, તે પણ એક સવાલ છે ?