
ગરબાડા,
ગરબાડા તાલુકાના પાંદડી ગામ ખાતે પાટાડુંગરી રસ્તા ઉપર ફોરવીલર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ફોરવીલર ગાડીમાં સવાર પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી મળતી વિગતો અનુસાર એક ફોરવીલર ચાલક પાંદડી ગામ ખાતેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પાંદડી ગામના પાટાડુંગરી ના રસ્તા નજીક ફોરવીલર ગાડીના ચાલે કે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રોડની સાઈડમાં પડેલ ઢગલા સાથે અથડાઈને બે પલટી મારી હતી તે દરમિયાન ફોરવીલર માં સવાર પાંચ લોકોને લોકોને ઈજા પહોંચી હતી અકસ્માત ની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત માં ડ્રાઇવરને માથાના ભાગે તેમ જ ગાડીમાં સવાર મહિલાને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ તથા તેને સારવાર માટે 108 ની મદદથી દાહોદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આપ 2013 ની શરૂઆત થતા ની સાથે પહેલા દિવસે ગરબાડા તાલુકામાં બે માર્ગ અકસ્માતના બનાવો બન્યા હતા.