- ઇજાગ્રસ્તને ગરબાડાના સરકારી દવાખાને સારવાર આપ્યા બાદ દાહોદ મોકલવામાં આવ્યો.
ગરબાડા,ગરબાડા તાલુકાના નવાફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાસે નીમચ રોડ પર તારીખ 24ના સાંજના સમયે બે મોટર સાયકલ પૂરપાટ ઝડપે સામ સામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર જાઓ થતા ગરબાડાના સરકારી દવાખાને સારવાર આપ્યા બાદ દાહોદ ઝાયડસ ખાતે તેને મોકલવામાં આવ્યો હતો
ગરબાડા તાલુકામાં હોળીના તહેવાર બાદ દર વર્ષે માર્ગ અકસ્માતોની સંખ્યામાં એકદમ વધારો થતો જોવા મળી રહ્યો છે અને તેમાં પણ બાઈકના અકસ્માત સૌથી વધુ બનતા હોય છે. આવી જ એક ગમખવાર ઘટના તારીખ 24 ના સાંજના સમયે ગરબાડા તાલુકાના નવા ફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની પાસે નિમચ રોડ ઉપર બની હતી. જેમાં જાંબુવા ગામના કાળી તળાઈ ફળિયાના મિથુનભાઈ ભરતાભાઈ પારગી તથા મોટી ખરજ ગામના સુરેશભાઈ ટીટાભાઇ ભાભોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના બનતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને ભે ગામના ઇજાગ્રસ્ત નરસુભાઈ હઠીલાને ગંભીર ઇજાઓ થતા ગરબાડાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા. જ્યાં પ્રાથમિક ટ્રીટમેન્ટ આપ્યા બાદ તેઓને 108 મારફતે દાહોદ ઝાયડસ ખાતે મોકલવામાં આવ્યા હતા. ઘટનનાની જાણ ગરબાડા પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મરણજનારને પીએમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.