ગરબાડા તાલુકાના મીનાકયાર PHC ખાતે તાલુકાકક્ષાનો આયુષ્માન કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો

ગરબાડા, મળતી વિગતો અનુસાર પ્રધાનમંત્રીના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય સીકલસેલ એનેમિયા નિર્મૂલન અભિયાન અને એક કરોડ આયુષ્માન કાર્ડ વિતરણનો શુભારંભ કાર્યક્રમ અંતર્ગત ગરબાડા તાલુકાકક્ષાનો કાર્યક્રમ મિનાકયાર PHC ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં તાલુકા પંચાયતના સભ્યો, સરપંચ તેમજ ગામના આગેવાનો, તાલુકા આરોગ્ય અધિકારી, મેડીકલ ઓફિસર, તાલુકા સિકલસેલ કાઉન્સિલર તેમજ તમામ આરોગ્યના સ્ટાફ CHO, MPHS, MPHW FHW, LT, આશા વર્કર બહેનો તેમજ તમામ સ્ટાફ, સિકલસેલ ડી.સી.સ અને સિકલ સેલ લાભાર્થીને તેમજ ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લાઈવ પ્રસારણ નિહાળ્યો. આ પહેલા તાલુકા આરોગ્ય અધિકારી ડો.ડાભી દ્વારા સિક્લ સેલ વિશે માર્ગદર્શન પૂરૂં પાડવામા આવ્યું. તેમજ સિકલ સેલ કાર્ડ અને PMJAY કાર્ડ તેમના વરદ્દહસ્તે લાભાર્થીને વિતરણ કરવામાં આવ્યા.