ગરબાડા, ધાનપુર તાલુકાના નવા નગર ગામે બાટનપુરા ફળિયામાં રહેતા ઈશ્વરભાઈ મગનભાઈ ભુરીયા મોટરસાયકલ લઈ ગરબાડા તાલુકાના અભલોડ ગામના રહીજીયા ફળિયા ખાતેથી પૂર ઝડપે અને ગલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યા હતા. તે સમયે મોટર સાયકલના સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતા ઈશ્ર્વરભાઈ જમીન પર ફંગોળાયા હતા. જેને પગલે તેઓને હાથે પગે શરીરને તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયા બાદ ઈશ્વરભાઈ નું મોત નીપજ્યું હતું. આ સંબંધે અરવિંદભાઈ મગનભાઈ ભુરીયાએ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગુનો નોંધ્યો છે.