
- સિકલ સેલ દિવસ નિમિત્તે ગરબાડા નગરમાં આરોગ્ય વિભાગ દ્વારા રેલીનું પણ આયોજન કરાયું.
ગરબાડા, સિકલસેલ એનિમિયા નાબુદી કાર્યક્રમ અંતર્ગત 19જૂન 2024 વિશ્વ સિકલસેલ દિવસ નિમિતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદયકુમાર તિલાવટ તેમજ એપેડેમિક મેડિકલ ઓફિસર ડો. નયન જોશી જીલ્લા પંચાયત દાહોદ અને તાલુકા આરોગ્ય અધિકારી ડો. અશોક ડાભીના માર્ગદર્શન હેઠળ તારીખ 19 જૂન 2024 નારોજ ગરબાડા તાલુકામાં વિશ્ર્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લોકોમાં જનજાગ્રુતિ આવે તે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગરબાડા ITI ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સિકલ સેલ વિશે સમજ આપવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓનું IEC કરી તેમનુ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. સિકલસેલ એનિમિયા રોગના લક્ષણો, સિકલસેલ દર્દીઓને લેવાની કાળજી સિકલસેલની સારવાર વિશે સમજાવવામાં આવ્યું. તેમજ આવનાર પેઢીને સિકલસેલ રોગથી કેવી રીતે બચાવી શકાય તેના વિશે સમજણ આપવામાં આવી.
આ કાર્યક્રમમાં ઝરી PHC, MBBS ર્ડા.મનિષ ચૌધરી, THS,MTS,CHO મિનાકયાર LT, ગરબાડા તાલુકાના પાંચ પ્રા. આ કેન્દ્રના તમામ MPHS,MPHW,ASHA બહેેનો તેમજ ગરબાડા તાલુકાના સિકલ સેલ કાઉન્સેલર, ITIના આચાર્ય તેમજ ITI ના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.