ગરબાડા,દાહોદ જિલ્લા સહીત વિવિધ વિસ્તારોમાં હાલ કમોસમી વરસાદ વરસી રહયો છે. ગરબાડા તાલુકામાં ભરઉનાળે અચાનક વાતાવરણમા પલટો આવતા નગરજનો અચંબિત થઇ ઉઠ્યા હતા. વહેલી સવારથીજ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળોની ફોજ આકાશમાં ચડી આવી હતી. જોત જોતામાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણ આહલાધક બનવા પામ્યું હતું
હાલ રાજ્યમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે. ત્યારે ભારે ગરમી વચ્ચે અચાનક જ વાતાવરણમા પલટો આવતા ભરઉનાળે ચોમાસાનો માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા હતા. કમોસમી વરસાદથીં ખેતીના પાકોને નુકશાન થવાની ભીતી ધરતીપુત્રો સેવી રહ્યા છે. વરસાદના પગલે વાતાવરણમા અનેરી ઠંડક પ્રસરી જવા પામી છે.