ગરબાડા તાલુકામાં એમજીવીસીએલએ વીજ બીલ બાકી હોય તેવા 12 કનેકશન કાપવામાં આવ્યા

દાહોદ,\દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકામાં લાંબા સમયથી લાઈટ બીલ ન ભરતાં લોકો સામે એમજીવીસીએલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જેમાં 02 દિવસમાં 12 જેટલા વીજ કનેક્શન કાપવામાં આવ્યાં છે અને રૂા.01.05 લાખની રિકવરી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આમ, તો કહેવાય છે કે માર્ચ મહિનો એ લાંબા સમયથી લાઈટ બિલ ન ભરતા લોકો સામે હિસાબી મહિનો ગણવામાં આવે છે અને સરકાર દ્વારા બાકી રહેલી રકમની વસુરાલ કરવામાં આવતી હોય છે. ત્યારે ગરબાડા નગરમાં એમજીવીસીએલ દ્વારા લાઈટ બિલ ન ભરતા લોકો સામે લાલ આંખ કરી હોય તેમ જોવા મળી રહ્યું છે. ગરબાડા એમજીવીસીએલ દ્વારા છેલ્લા 4 દિવસ અગાઉ ગરબાડા નગર સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી બાકી રહેલ લાઈટ બિલ 4 દિવસમાં ભરવા માટે લોકોને રેડિયો મારફતે સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં ગત તારીખ 7 ફેબ્રુઆરીથી ગરબાડા નગરમાં એમજીવીસીએલ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો અને ગરબાડા નગરના વણકરવાસ, રોહિત વાસ, આઝાદ ચોક,સહિત ઘાંચીવાડ, વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી લાઈટ બિલ ન ભરતા તેમજ વધુ લાઈટ બિલ રકમ બાકી હોય તેમના કનેક્શન એમજીવીસીએલ દ્વારા કાપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એમજીવીસીએલ દ્વારા છેલ્લા 2 દિવસમાં 12 કરતાં વધુ કનેક્શન કાપી. દોઢ લાખથી વધુ રિકવરી કરી હોવાની માહિતી પ્રાથમિક તબક્કે પ્રાપ્ત થઈ રહી છે.