ગરબાડા તાલુકાની એસપીરેશનલ તરીકે પસંદગી અંતર્ગત શિક્ષા એક સંકલ્પ ની થીમ સાથે ત્રણ શાળાના 500 જેટલા બાળકો એ 21 જેટલી પ્રવૃત્તિઓ રજૂ કરતા તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ગરબાડા,તાલુકા કુમાર શાળા ગરબાડા ખાતે તા.07/10/2023ને શનિવારના રોજ તાલુકા પ્રાુખ મયુર ભાભોરના અધ્યક્ષપણા હેઠળ સંકલ્પ સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અતિથિ વિષેશ તરીકે જીલ્લા સભ્ય અર્જુનભાઈ ગારી, અને તાલુકા શિક્ષણાધિકારી આર.એ. ગડરિયા અને મુખ્ય મહેમાન તરીકે ગામના સરપંચ, તલાટી કમ મંત્રી, તાલુકા સભ્ય એસ.એમ.સી સભ્યો, પંચાયતના સભ્ય સાથે શાળાના તમામ શિક્ષકો, પેટા શાળાના આચાર્યઓ, સી.આર.સી.કો.ઓ અને બી.કે.ની ઉપસ્થિત રહયા હતા. જે કાર્યક્રમમાં આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય નરવતભાઈ એલ ડામોર ધ્વારા કરવામાં આવ્યુ હતું. સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આર.એ ગડરીયાએ તમામ એન્ડિકેટરની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ગરબાડા તાલુકાને એસ્પીરેશનલ તરીકે પસંદગી કરવામાં આવી છે. ત્યારે “શિક્ષા એક સંકલ્પ” ની થીમ્સ સાથે તાલુકા કુમાર શાળા ગરબાડા, તાલુકા ક્ધયા શાળા અને અંગ્રેજી માધ્યમ તાલુકા શાળા આ ત્રણ શાળાના કુલ 505 જેટલા બાળકોએ ડિઝીટલ લીટરશી, જોય ઓફ લર્નિંગ, પડેગી બેટી તો બઢેગી બેટી અને બેસ્ટ સ્ટુડન્ટ એન્ડ બેસ્ટ ટીચર આ ચાર વિભાગમાં 21 જેટલી પ્રવૃતિઓ બાળકો ઘ્વારા રજુ કરવામાં આવી હતી.આ તમામ પ્રવૃતિઓને આવેલ મહેમાનોએ નિહાળી હતી અને પ્રથમ નંબર આવેલ બાળકોને ઈનામ, એવોર્ડસ પ્રમાણપત્રો આપી પ્રોત્સાહન પુરૂ પાડયું હતું. ગામના સરપંચ અને તલાટી કમ મંત્રીએ તિથિ ભોજનમાં વેજીટેબલ પુલાવ અને કેળા આપ્યા હતા.