ગરબાડા,
ગરબાડા તાલુકાની કુમાર શાળાની બહાર આવેલ મેદાનમાં તારીખ 28 ડિસેમ્બરના રોજ બપોરના સમયે ધોરણ એકનું બાળક રમતું રમતું ગટરના દૂષિત પાણીના ખાડામાં પડી ગઈ હતું. જે બાળકને આઠમા ધોરણમાં અભ્યાસ કરતા બાળકો દ્વારા ખાડા માંથી બહાર કાઢવામાં આવ્યું હતું. ઘટના બાદ ખાનગી માલિકીની જગ્યા હોવા છતાં શાળાના આચાર્ય નરવતભાઈ ડામોર દ્વારા ફરીવાર આવી ઘટના ન બને તે માટે શાળાની આગળ પડેલા ખાડાને તાત્કાલિક પુરવા માટે સરપંચ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા એસએમસી અધ્યક્ષને આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતના પગલે ગ્રામ પંચાયતના સરપંચ અશોકભાઈ દ્વારા આવી ઘટના બીજીવાર ન બને તે માટે તત્કાલી જેસીબી બોલાવીને ખાડાને પુરવામાં આવ્યા હતા.