ગરબાડાની તાલુકા કન્યા પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા માટીના ગણેશ બનાવી ધામધૂમથી ગણેશ વિસર્જન

ભારત દેશ ધર્મ પ્રિય દેશ છે. વિવિધ ધર્મોના વિવિધ તહેવારોની ઉજવણી કરી આ દેશની પ્રજાએ પોતાની ધાર્મિક સંસ્કૃતિનું જતન કરીને રાખ્યું છે.એવો જ એક અનોખો તહેવાર એટલે ગણેશ ચતુર્થી. આ તહેવારની ઉજવણી ગરબાડા તાલુકા ક્ધયા પ્રાથમિક શાળામાં ધામધૂમથી કરવામાં આવી હતી. આ ઉજવણીની ખાસ વાત તો એ કે આ શાળાની નાની નાની બાળાઓએ જાતે જ માટી માંથી ગજાનન બનાવ્યાં હતાં અને સમૂહમાં જ તેમની પૂજા અર્ચના કરવામાં આવી હતી. શાળાનાં પટ્ટાગણમાં જ વિધિવત રીતે “ગણપતિ બાપ્પા મોરિયા”ના નાદ સાથે હર્ષોલ્લાસ સાથે જ ગણપતિ દાદાની મૂર્તિઓનું શાળાના પટાંગણમાં પાણી ભરેલા મોટા પાત્રમાં મૂતિઁઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. એ સમયનું ધાર્મિક વાતાવરણ ભગવાન પ્રત્યેની સર્વોત્તમ શ્રદ્ધાનું પ્રતીક બની રહ્યું હતું.