
ગરબાડા,ભારત દેશ એ ધર્મ પ્રિય દેશ છે. વિવિધ ધર્મોના વિવિધ તહેવારોની ઉજવણી કરી આ દેશની પ્રજાએ પોતાની ધાર્મિક સંસ્કૃતિનું જતન કરીને રાખ્યું છે. એવો જ એક અનેકતામાં એકતાનો તહેવાર એટલે ગણેશ ચતુર્થી આ તહેવારની ઉજવણી નિમિત્તે તાલુકા ક્ધયા શાળાની નાની નાની બાળાઓએ જાતે જ માટીમાંથી ગણેશજીની પ્રતિમાઓ બનાવી હતી અને શાળામાં જ સમૂહમાં જ તેમની પૂજા અર્ચના કરવામાં આવતી હતી. તેમજ શાળાનાં પટ્ટાગણમાં જ વિધિવત રીતે “ગણપતિ બાપ્પા મોરિયા” અગલે બરસ તું જલ્દી આના નાદ સાથે હર્ષોલ્લાસભેર ગણપતિ દાદાની મૂર્તિઓનું શાળા ના પટાંગણમાં પાણી ભરેલા મોટા પાત્રમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. સૌએ નમ આંખે ભારે હૈ ભગવાનને વિદાય આપી હતી.
10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ વિઘ્નહર્તા દેવને ગરબાડાના રામનાથ સરોવરમાં ભારે હૈયે વિદાય આપવામાં આવી હતી. સવારથી જ લોકો પોતાના ઘરમાં સ્થાપના કરેલ શ્રીજીને વિદાય આપી રહ્યા હતા. ત્યારે અન્ય વિવિધ ગ્રુપના ગણેશજીનું વિસર્જન મોડી રાત સુધી ચાલ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા તળાવની સફાઈની સાથે તારાપા સહિત વિસર્જન કરનાર કર્મીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. બીજી તરફ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગરબાડામાં ચાલુ વરસાદમાં ભક્તોએ નાચતા ગાતા જઈને શ્રીજી રે વિદાય આપી હતી.