ગરબાડા તાલુકાના છરછોડા ગામે મકાનમાં અકસ્મિક આગ લગતા ઘરવખરી બળીને ખાખ

ગરબાડા,

ગરબાડા તાલુકાના છરછોડાગામે પટેલ ફળીયામાં ભાભોર મુકેશભાઈ નબળાભાઈ ના મકાનમાં અચાનક આગ લાગતા ઘરવખરી નો સામાન અનાજ કરિયાણું દસ્તાવેજો 30 હજાર રૂપિયા રોકડા બળી ને ખાખ થઈ ગયા હતા મકાનમાં આગ લાગવાની જાણ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો સદનસીબે આગમાં કોઈ જાનહાની થઈ ન હતી. ઘટનાની જાણ થતા સરપંચ અને તલાટીને આવીપહોંચીયા હતા અને પંચ કેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.