ગરબાડા, ગરબાડા તાલુકા મથકે રાષ્ટ્રિયકૃત બેંકોના અભાવના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગરબાડા નગરમાં એકમાત્ર એસબીઆઈ જ શાખા પર એટીએમ લગાવવામાં આવેલ છે. આ એસબીઆઈ બેંકમાં 26,000 જેટલા ગ્રાહકો છે. જેમાંથી 50 ટકા ઉપરાંત એટીએમનો ઉપયોગ કરે છે અને બીજા અનેક ગામોમાંથી તાલુકા મથક હોવાના લીધે લોકો ગરબાડા આવે છે. જેમને પૈસાની જરૂર પડતા આ એસબીઆઈની શાખા પર પૈસા ઉપાડવા આવતા હોય છે. આ એસબીઆઈ બેંકની બહાર લગાવેલુ એ.ટી.એમ પાછલા એક માસથી બંધ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.