દાહોદ,
દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં આવેલ એક પ્રાથમીક શાળાને તસ્કરોએ નિશાન બનાવી લેપટોપ, એલ.ઈ.ડી. ટી.વી., મોનીટર વિગેરે મળી કુલ રૂા. 40,000ની મત્તાની ચોરી કરી તસ્કરોએ શાળામાં લાગેલ સીસીટીવી કેમેરાની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યાનું જાણવા મળે છે.
ગત તા. 30મી ઓગષ્ટના રોજ ગરબાડા નગરમાં આવેલ એક પ્રાથમીક શાળામાં તસ્કરોએ પ્રાથમીક શાળાને નિશાન બનાવી શાળાના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને શાળામાંથી એક લેપટોપ, એક એલ.ઈ.ડી. ટી.વી., એક મોનીટર વિગેરે મળી કુલ રૂા.40,000ની મત્તાની ચોરી કરી તસ્કરોએ શાળામાં લાગેલ સીસીટીવી કેમેરાની તોડફોડ કરી નુકસાન પહોંચાડતાં આ સંબંધે શાળામાં ફરજ બજાવતાં અને દાહોદ શહેરના સહકાર નગર ખાતે રહેતાં દિક્ષિતકુમાર રવસીંગભાઈ ચૌધરીએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.