ગરબાડા પોલીસે સીમલીયા બુઝર્ગ માંથી 43,200/-નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ગરબાડા, ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ. જે.એલ.પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સીમલીયા બુઝર્ગ લીમ ફળિયામાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર ભરેલ છે. જે બાતમીના આધારે ગરબાડા પોલીસે રેડ કરતા પોલીસને ભારતીય બનાવટની ટીન બિયરની બોટલ નંગ 360 જેની કિંમત રૂપિયા 43,200/- નો મુદ્દામાલ ઝડપી પાડી ધારજીભાઈ મકનાભાઇ પરમાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી