ગરબાડા પોલીસ મથકે ASP જગદીશ બાગરવા દ્વારા વાર્ષિક ઇન્સપેક્સન કરવામાં આવ્યું

ગરબાડા,

ગરબાડા પોલીસ મથકે આજે વહેલી સવારથી જ દાહોદ જિલ્લા ASP જગદીશ બાગરવા દ્વારા ગરબાડા પોલીસ મથકના પોલીસ કર્મીઓ તેમજ ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે.એલ. પટેલની ઉપસ્થિતિમાં વાર્ષિક ઈન્સ્પેન્ક્સન કરવામાં આવ્યું હતું. જેમાં ગરબાડા પોલીસ મથકને વર્ષ દરમિયાન કરેલ કામગીરી તેમજ રેકોર્ડની સમીક્ષા કરવામાં આવી હતી અને પોલીસ કર્મીઓના ફિટને નોટ રીડિંગ અને પરેડ પણ કરવામાં આવી હતી અને દાહોદ જિલ્લા એસપી જગદીશ બાગરવા દ્વારા પોલીસ કર્મીઓને અગત્યની સૂચનાઓ પણ આપવામાં આવી હતી. જેમાં ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે.એલ. પટેલ તેમજ તાલુકા પોલીસ મથકના પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.