ગરબાડા,આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં બુટલેગરો પોલીસની આંખમાં ધૂળઝોખી મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં વારમ વાર અવનવા કીમિયાઓ અજમાવી દારૂનો જથ્થો ઘુસાડતા હોય છે. ત્યારે આજે ગરબાડા પોલીસે પુષ્પા સ્ટાઇલમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં લઈ જવા તો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે ખારવા ગામ ખાતે થી વિદેશી દારૂનું જથ્થો ભરીને ટ્રેક્ટર પસાર થનાર જે બાતમીના આધારે ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ. જે.એલ.પટેલ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ટ્રેક્ટરનો પીછો કરી ટ્રેક્ટરને ઝડપી પાડ્યું હતું. જેમાં પોલીસે ટ્રેક્ટરની ટ્રોલીને હાઇજેક કરી ટ્રોલીની નીચે પુષ્પા સ્ટાઇલમાં સંતાડેલો 66,240 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એક ઈસમ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા બુટલેગર આલમમાં ક્યાંક ને ક્યાંક ફફડાટ જોવા મળ્યો હતો.