દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના છરછોડા ગામે એક યુવતી ગામમાં આવેલ એક યુવક સાથે ખેતરમાં મળી આવ્યા બાદ પરિવારજનોએ યુવતીને સમજાવતા યુવતીને મનમાં લાગી આવ્યું હતું. જેને પગલે યુવતીએ ગામમાં આવેલ એક કુવામાં ઝંપલાવી આત્મહત્યા કર્યાનું જાણવા મળે છે.
ગરબાડા તાલુકાના છરછોડા ગામે ખેડા ફળિયામાં રહેતા સુરેખાબેન ઉર્ફે સોનલબેન રમેશભાઈ ડામોર ગામના છોકરા રોહિતભાઈ ભુરકાભાઈ ભાગોર સાથે મકાઈના ખેતર માંથી મળી આવ્યા હતા. જેને પગલે સુરેખાબેન ને તેમના પરિવારજનો દ્વારા સમજાવ્યા હતા. ત્યારે સુરેખાબેન ને આ બાબતનું મનમાં લાગી આવતા જ તારીખ 28 ઓગસ્ટના રોજ સુરેખાબેન એ ગામમાં આવેલ કુવામાં મોતની છલાંગ લગાવી હતી. જેને પગલે કુવાના ઊંડા પાણીમાં સુરેખાબેન ડૂબી જતા તેઓનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ત્યારે ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જઈ મૃતક સુરેખાબેનના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી નજીકના દવાખાને પીએમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.
દિલીપભાઈ સામાભાઈ ડામોરે જેસાવાડા પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતના ગુના ના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.