ગરબાડાની તાલુકા કન્યા પ્રાથમિક શાળામાં‘નેશનલ સ્પેસ ડે’ની ઉજવણી કરવામાં આવી

ચંદ્રના દક્ષિણધ્રુવ પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ બાદ વૈશ્ર્વિક વિક્રમ રચયતા વૈજ્ઞાનિકોના સન્માનમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના આહ્વાનથી 23મી ઓગસ્ટ 2024ના રોજ પ્રથમ ‘નેશનલ સ્પેસ ડે’ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તાલુકા ક્ધયા પ્રાથમિક શાળામાં અવકાશ વિજ્ઞાન તેમજ અવકાશને લગતા સંશોધનોથી વિદ્યાર્થીનીઓ માહિતગાર થાય તે હેતુથી શાળા કક્ષાએ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આખા કાર્યક્રમનું આયોજન શાળાના ઉત્સાહી શિક્ષિકા આરતીબેન શિયાળીયાએ કર્યુ હતું. વિદ્યાર્થીનીઓ દ્વારા રંગોળી તેમજ પોસ્ટર પ્રદર્શન તેમજ ચર્ચા વિચારણા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.