દાહોદ જિલ્લાના ગરબાડાના પાંદડી મુખ્ય પ્રાથમિક શાળાના અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરી.

દાહોદ જિલ્લાના ગરબાડાના પાંદડી મુખ્ય પ્રાથમિક શાળાના CCTV કેમેરાની અસામાજિક તત્વો દ્વારા તોડફોડ, ગામના અસામાજિક તત્વો દ્વારા અગાઉ પણ શાળામાં તોડફોડ કરી હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું. 

ગરબાડા તાલુકાના પાંદડી મુખ્ય પ્રાથમિક શાળામાં ગામના અસામાજિક તત્વો દ્વાર સીસીટીવી કેમેરાની તોડફોડની સાથે વાયરને તોડી એક કેમેરાની ચોરી થયા હોવાની ઘટના બની હતી.શાળાના સી.સી ટી વી ફૂટેજ ના આધારે  શાળાના આચાર્ય દ્વારા  ગામના અસામાજિક તત્વો સામે સીસીટીવી કેમેરાની તોડફોડ તેમજ વાયરોની ચોરી કરનાર ઇસમો વિરૂધ્ધ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિકો ના જણાવ્યા અનુસાર અગાઉ પણ ગામના અસામાજિક તત્વો દ્વારા શાળામાં કેમેરાની તોડફોડ કરવામાં આવી હતી. જે અસામાજિક તત્વોની તોડફોડ કરતાં સી.સી.ટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.