દાહોદ, છપ્પર ફાડ કે..26 વર્ષીય યુવતીના લગ્નેતર સંબંધમાં પાંચ વર્ષે પારણું બંધાયું છે. ગરબાડાના ગુલબારની પ્રસુતાએ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ગર્ભવતી મહિલાએ સીઝર ઓપરેશન દ્વારા ત્રણ બાળકોને જન્મ આપ્યો છે જેમાં માતા બાળકો સ્વસ્થ હોવાનું જાણવા મળે છે.
ગરબાડા તાલુકાના ગુલબાર ગામે પુજારા ફળિયા માં રહેતા ગુલાબભાઈ પુંજાભાઈ મડોડની પત્ની નંદાબેન ગુલાબભાઈ મંડોડને દાહોદ ઉમા હોસ્પિટલ ખાતે ત્રણ બાળકોને જન્મ આપ્યો. મળતી વિગતો અનુસાર નંદાબેન ગુલાબભાઈ મંડોડ પ્રસુતિનો નવમો મહિનો ચાલી રહ્યો હતો. તે દરમિયાન તેમને પેટમાં દુખાવો થતાં તેમને દાહોદની ઉમા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તપાસ કરી નંદાબેનને સીઝર ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં નંદાબેને ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં બે છોકરી અને એક છોકરો હોવાનું જાણવા મળ્યું હતું. ત્રણે બાળકો તંદુરસ્ત જન્મતાં પરીવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.