દાહોદ, દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના ભીલવા ગામે પુલની પાસે હાઈવે રોડ પર પલ્સર પર બે આવેલા બે અજાણ્યા પેન્ટ, શર્ટ પહેરેલ 25 થી 30 વર્ષની ઉંમરના લુંટારૂઓએ પીકપ ગાડીને ઓવરટેક કરી પીકપ ગાડીમાં ચડી જઈ પીકપ ગાડીના ચાલક તથા અન્ય એકને મારમારી ગાડીના ચાલકના ખિસ્સામાંથી રૂા.5000ની રોકડ પકડી પાડી કબજે લીધાનું જાણવા મળ્યું છે.
મહારાષ્ટ્રના એહમદનગર જીલ્લાના કોપર ગાંવ તાલુકાના બ્રાહ્મણગાંવના વિનાયક સુર્યભાન વાકચરે(મરાઠા) ગઈકાલે સવારના સાડા નવ વાગ્યાના સુમારે પોતાના કબજાની એમ.એચ-17 સી.વી.-0658 નંબરની પીકપ ગાડી લઈ ગરબાડા તાલુકાના ભીલવા ગામે પુલની પાસે હાઈવે રોડ પરથી પસાર થઈ રહ્યા હતો. તે દરમ્યાન એમપી.69. એમઈ.8893 નંબરની પલ્સર મોટર સાયકલ પર આવેલ પેન્ટ-શર્ટ પહેરેલ આશરે 25 થી 30 વર્ષની ઉંમરના બે અજાણ્યા લુંટારૂઓએ પીકપ ગાડીને ઓવરટેક કરી પીકપ ગાડીની આગળ મોટર સાયકલ ઉભી રાખી પીકપ ગાડીમાં ચડી ગયા હતા અને પીકપ ગાડીમાં બેઠેલ ચાલક વિનાયક સૂર્યભાન વાકચરે તથા અન્ય એકને મારમારી ઈજાઓ પહોંચાડી પીકપ ગાડીના ચાલક વિનાયક વાકચરેના પેંટના ખીસ્સામાંથી રોકડા રૂપિયા 5000 કાઢી લઈ લુંટીને નાસી ગયા હતા.
આ સંબંધે લુંટનો ભોગ બનેલ પીકપ ગાડીના ચાલક વિનાયક સુર્યભાન વાકચરેએ નોંધાવેલ ફરિયાદને આધારે ગરબાડા પોલીસે લુંટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.